15 જૂન

આપણી અનુભૂતિની તુલના સાહિત્યનાં પાત્રો સાથે કરીએ છીએ. પ્રેરણા અને ચેતનાની વાતો સ્વામી વિવેકાનંદ કે રામકષ્ણને બદલે થિકિંગ જેવા તદ્દન છીછરા વિચારવાળા અને પુસ્તકોના વેપારી નોર્મન વિન્સેન્ટના કચરા વિચારો વાંચીએ છીએ.

જિસસે જિતની ઉમ્મીદ કમ હોગી,

ઉસસે ઉતની તકલીફ કમ હોગી.

દુશ્મનો કે પથ્થરો સે કઈ ગુના વો ચોટ હૈ,

દોસ્તો કે ફૂલો સે જો ચોટ હૈ મુઝકો લગી.

પ્રેમ ભાટિયા ( )

૨૧મી સદીમાં માનવ ઘણો આઝાદ થયો છે પણ ભારત અને ખાસ કરીને ગુજરાતી યુવક-યુવતી આજે કેટલાંક નિષેધોમાં જીવે છે. ઘરે કોઈ વડીલ આવે તો બચપણમાં તે મહેમાન દીઠોય ન ગમે તોય પાયલાગણ કરવાનું! કોઈ પણ કથા, પ્રવચનમાં કે ધાર્મિક સમારંભમાં કંટાળો આવે તોય માતા સાથે જવાનું. હજી ભારતમાં આપણું યૌવનધન કુંઠામાં અને નિષેધોમાં ઊછરીને જીવે છે. મહ્દઅંશે લાંબુ ભણતર મળે છે. વાંચન માટે વિશાળ ક્ષેત્ર મળે છે. મોટા ભાગના અંગ્રેજી માઘ્યમમાં ભણેલા અંગ્રેજી ભાષામાં પ્રચારને ઊચે મોભે ચઢાવેલાં પુસ્તકો વાંચે છે પણ નિષેધો ઠેર ઠેર છે.

કદમ કદમ પર આપણી અનુભૂતિની તુલના સાહિત્યનાં પાત્રો સાથે કરીએ છીએ. પ્રેરણા અને ચેતનાની વાતો સ્વામી વિવેકાનંદ કે રામકષ્ણ પરમહંસને બદલે થિકિંગ જેવા તદ્દન છીછરા વિચારવાળા અને વાચકને છેતરીને પુસ્તકોનો વેપાર કરનારા નોર્મન વિન્સેન્ટ પીલના કચરા વિચારો વાંચીએ છીએ.

તકલીફ એ છે કે કોઈ પ્રેરણા કે ચેતનાનું સાહિત્ય લખનારા પોતે જ તેના વિચારોમાં સ્થિર નથી. નોર્મન વિન્સેન્ટ પીલે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગ લખ્યું પણ તે બીકણમાં બીકણ માણસ હતો. તેણે શેરબજારમાં પૈસા રોકયા હતા. તેના પુસ્તકના પ્રચાર માટે તેણે મોટું તૂત તરતું મૂકયું કે પાવર ઓફ પોઝિટિવ થિંકિંગની પાંચ કરોડ નકલો વેચાઈ છે અને ૨૯ ભાષામાં ભાષાંતર થયું છે, પણ આનાથી ત્રીજા ભાગનાં પુસ્તકોય વેચાયાં નહોતાં, વેચાયાં કે વંચાયાં હોય તોપણ મોટા ભાગના વાચકો એવા ને એવા નેગેટિવ રહે છે. આખરે તો માણસે પોતે જ પોતાના ઉઘ્ધારક બનવાનું છે.

પુસ્તક કે મહાન માણસના વિચારો મદદ કરે પણ જેવાં પુસ્તકો નહીં જ નહીં. ભવાની પ્રસાદ મિશ્ર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: