15 જૂન

મારવા નામે નાનકડાં ગામની પાદરે એક તળાવ અને ખેતર આવેલાં હતાં. આ બંનેની નજીક એક ઘેઘૂર વડલો હતો. વર્ષોથી જૂના જોગીની પેઠે એ ત્યાં ઊભો હતો. ગામ લોકોને આ વડલો ખૂબ પ્રિય. તેના છાંયડામાં લોકો બેસતા. તેની ડાળીઓ પર હીંચકો બાંધીને ઝૂલતા, બાળકો સાંજ પડે તળાવના કિનારે રમવા આવતાં. જો તડકો હોય તો વડના છાંયામાં રમતા. આ વડ પર ઘુવડ અને કાબર એમ બે પક્ષીઓ રહે. બંને એકબીજાના મિત્રો. સુખ દુઃખમાં એકબીજા વગર ચાલે નહીં. ઘુવડ ભોળું હતું જ્યારે કાબર ચબરાક અને જબરી હતી. કાબરનો એક બહુ જ ખરાબ દુર્ગુણ હતો. તે દરેક વસ્તુની અને દરેક વ્યક્તિની ઈર્ષ્યા કરતી. ઘુવડ તેને ઘણી વાર તેની આ આદત અંગે ટકોરતો પરંતુ તે સુધરવાનું નામ જ નહોતી લેતી. રોજ આ વડ નીચે કેટલાંક દિવસોથી બાળકો રમવા આવતાં. તેઓ ધમાચકડી મચાવી દેતા. બધાં જ ભેગાં થઈને મસ્તી કરતાં. કાબરને આ પસંદ ન પડતું. તેને બાળકોનો અવાજ ઘોંઘાટ લાગતો. બાળકોનો રમવા આવવાનો સમય હોય ત્યારે એ ખૂબ ગુસ્સે થઈ જતી. ઘુવડ તેને સમજાવતો કે આ રીતે ગુસ્સે ન થવાનું હોય. બાળકો અહીં રમવા નહીં આવે તો બીજે ક્યાં જશે. અને બાળકો થોડો સમય જ રમવા આવે છે. આખો દિવસ તો વડની આસપાસ નીરવ શાંતિ હોય છે તો પછી આ રીતે ઈર્ષ્યા કરવાનો કોઈ અર્થ નથી. છતાં પણ કાબર આ વાત સમજવા તૈયાર નહોતી. તે બાળકોને ભારોભાર નફરત કરતી, તેમની ઈર્ષ્યા કરતી. એક વાર કાબરે નક્કી કર્યું કે આજે તો બાળકો રમવા આવે એટલે એમને હેરાન-પરેશાન કરી દેવાં છે. એટલાં પરેશાન કરું કે ફરી અહીં રમવા ન આવે. સાંજ પડી અને છોકરાંઓ વડના ઝાડ નીચે રમવા આવ્યાં. થોડો સમય વીત્યો હશે ત્યાં કાબરે છોકરાંઓને પરેશાન કરવાનું નક્કી કર્યું. તેણે શોરબકોર ફેલાવી દીધો. છોકરાંને ચાંચ મારવા લાગી. છોકરાંઓ તો પરેશાન થઈ ગયાં. તેઓ રમવાનું છોડીને પાછાં જતાં રહ્યાં. આવું રોજનું થઈ ગયું. રોજ બાળકો રમવા આવતાં અને કાબર તેમને પરેશાન કરતી. ઘુવડે તેને સમજાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ તે એકની બે ન થઈ. આખરે છોકરાંઓ કાબરની રોજની આ કનડગતથી પરેશાન થઈ ગયાં. તેમણે કાબરને પાઠ શીખવાડવાનું નક્કી કર્યું. આમ તો તેઓ પક્ષીપ્રેમમાં માનતાં હતાં, પરંતુ કાબરને સીધી કર્યા વિના કોઈ ઉપાય નહોતો. આખરે એક દિવસ તેઓ પીંજરું લઈને આવ્યાં. કાબર જેવી બાળકોને ચાંચ મારવા આવી કે છોકરાંઓએ તેને પકડીને પાંજરામાં પૂરી દીધી. કાબર તો અચાનક આવું વર્તન જોઈને હેબતાઈ ગઈ. તે ગભરાઈ ગઈ. તેને પોતાની કુટેવ પર પસ્તાવો થવા લાગ્યો. તેણે નક્કી કર્યું કે હવે તે બાળકોને આ રીતે પરેશાન નહીં કરે. આખરે બાળકોએ તેને મુક્ત કરી. કાબરની સાન ઠેકાણે આવી ગઈ. હવે રોજ છોકરાંઓ વડના ઝાડ નીચે રમવા આવે છે પરંતુ કાબર તેમને પરેશાન નથી કરતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: