15 જૂન

૮૦ ટકા પુત્ર-પુત્રવધૂ વૃદ્ધ માતા-પિતાનું શોષણ કરે છે

હેલ્પેજ ઇન્ડિયાએ કરેલા દેશનાં મહત્ત્વનાં શહેરોના સર્વેમાં ચોંકાવનારાં તારણો

ભાસ્કર ન્યૂઝ . અમદાવાદ

અમદાવાદ શહેરમાં વસવાટ કરતાં ૮૦ ટકા સિનિયર સિટીઝન માને છે કે પોતાનો પુત્ર અને પુત્રવધૂ દ્વારા અપશબ્દો, તિરસ્કાર કે બીજા કોઇ કારણે શોષણ કરવામાં આવે છે. ૮૬ ટકા વૃદ્ધો માને છે કે પોતાને દીકરા કે દીકરીએ આપેલા માસિક ખર્ચથી દિવસો કાઢવા પડે છે. ૮૬ ટકા વૃદ્ધોઐ પણ સ્વીકાર્યું હતું કે પોતે ઊભી કરેલી મિલકત દીકરા કે દીકરીને આપી દીધી છે છતાં તેઓ માતા-પિતાને પૂરતાં નાણાં આપતાં નથી. આ બધી સ્થિતિ છતાં શહેરના વદ્ધો પોતાના દીકારા કે પુત્રવધૂ માટે સંવેદનશીલ છે શહેરમાં માત્ર ત્રણ ટકા વૃદ્ધ સ્વીકાર્યું છે કે દીકરા અને પુત્રવધૂના ત્રાસથી તેઓ કંટાળી ગયા છે માટે પોલીસ ફરિયાદ કરી શકે છે.

દેશભરમાં સામાજિક ઇસ્યુ અને સિનિયર સિટીઝન ઉપર કામ કરતી હેલ્પજ ઇન્ડિયાએ અમદાવાદ, દિલ્લી, મુંબઇ, કોલકાતા વગેરે મોટાં શહેરોમાં કરેલા એક સર્વેમાં ચોંકાવનારી વાત સામે આવી હતી. સર્વેમાં સામે આવ્યું છે કે, મોટાં શહેરોમાં વસતા સિનિયર સિટીઝનની હાલત દયાજનક છે. અમદાવાદ શહેરના પચાસ સિનિયર સિટીઝનના સેમ્પલ લઇ કરવામાં આવેલા સર્વેમાં એક ચોંકાવનારી વાત હતી કે દીકરો અને વહુ માતા-પિતાને કોઇને કોઇ રીતે માનસિક રીતે હેરાન-પરેશાન કરતાં રહે છે. તેઓએ સ્વીકાર્યું હતું કે પરિવારના સભ્યો દ્વારા જે હેરાનગતિ થઇ હતી તેમાં ૪૮ ટકા લોકોએ અપશબ્દો બોલ્યા હતા. સર્વેમાં જણાવ્યું હતું કે દીકરા કે વહુઓ ઇરછે છે કે પોતે તેના કોઇ નિર્ણયમાં દખલગીરી ન કરે. જો કે શારીરિક ત્રાસની ફરિયાદ કોઇ વદ્ધે કરી ન હતી.હેલ્પેજ ઇન્ડિયાના ગુજરાત હેડ અનિલ કુમાર મેસીએ જણાવ્યું હતું કે, ભારતમાં સિનિયર સિટીઝનની હાલત દયનીય છે. તેઓ પુત્ર-પુત્રવધૂ સામે ફરિયાદ કરી શકતા નથી અને સામે દીકરાઓ પૂરતું માન આપતા નથી.

શહેરના બે ટકા વૃદ્ધે જણાવ્યું હતું શહેરમાં તેઓને ટાર્ગેટ બનાવાય છે. જયારે ૯ ટકાએ કાું હતું છેલ્લાં ત્રણ વર્ષમાં સિનિયર સિટીઝન ઉપર હુમલાનું પ્રમાણ વઘ્યું છે. શહેરના ૪૧ ટકા સિનિયર સિટીઝને સ્વીકાર્યું હતું કે શહેર તેમના માટે સલામત છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: