17 જૂન

ભૂલ કોનાથી થતી નથી. અજાણતાં પણ થાય
અને જાણી જોઈને પણ થાય છે. કર્મ સાથે ભૂલની ઘટના જોડાયેલી જ રહે છે. કેટલાકને તેમની
ભૂલ બીજા બતાવે છે તો કેટલાક પોતાની ભૂલ જાતે જ પકડી લે છે. જે લોકો અજાણતાં ભૂલ
કરે છે તેમને માફ કરી શકાય, પરંતુ જેઓ જાણી જોઈને ભૂલ કરે છે તેમને ભવિષ્યમાં મોટું
નુકસાન ભોગવવું પડે છે. જયારે પણ ખબર પડે કે આપણાથી ભૂલ થઈ છે ત્યારે તરત જ માફી
માગી લેવી જોઈએ. ધર્મમાં આને પ્રાયિશ્ચત કહે છે. પ્રાયિશ્ચતનો અર્થ માત્ર અફસોસ
વ્યકત કરવો નથી, પરંતુ બીજીવાર ભૂલ ન કરવાનો સંકલ્પ પણ તેમાં છૂપાયેલો છે. ભૂલ થઈ
ગયા બાદ જયારે માફી માગવાની તૈયારી કરીએ છીએ ત્યારે આપણું મન તેમ કરતાં અટકાવે છે.
તેની પાછળ આપણો અહંકાર કામ કરતો હોય છે. અહંકારને માફી માગતાં ઘણું દુ:ખ થતું હોય
છે. અહંકાર આપણને સમજાવે છે કે, ભૂલ કર્યા પછી જો માફી માગશો તો લોકો કાયર, નિર્બળ,
મૂર્ખ સમજશે. અહીંથી જ માણસ સતત ભૂલો કરતો થાય છે. આપણા અને આપણી સફળતા વરચે આ ભૂલો
અવરોધ અને મુશ્કેલી બનીને કાયમી ધોરણે રહેવા લાગે છે. ભૂલ સામે લડત અને સંઘર્ષ
કરવાનો રસ નબળો પડે છે. આથી જ પહેલી વાત એ કે ભૂલ કરવી જ નહીં અને જો થઈ જાય તો
તેનું પ્રાયિશ્ચત કરો. આમ કરવાથી બની શકે છે કે દરેક ભૂલ તમારે માટે એક બોધપાઠ બની
જાય.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: