17 જૂન

આમિર ખાનના પ્રોડકશન હાઉસની પહેલી
ફિલ્મ ના પ્રદર્શનને દસ વર્ષ પૂરાં થઈ રાાં છે. હાલમાં જ મેં વાંરયું કે, આમિર ખાને
તેના પિતા તાહિરહુસેન દ્વારા નર્મિિત ૧૨માંથી ૧૧ ફિલ્મોના અધિકાર ખરીદી લીધા છે. તે
૧૨મી ફિલ્મના અધિકાર ખરીદવા જઈ રાો છે. ખાસ વાત એ છે કે, તેનો કોઈ સીધો સંબંધ
વ્યવસાયિક લાભથી નથી, જેના માટે આમિર ઓળખાય છે. તેનાથી ઊલટું આ વાત આમિરની
ભાવનાત્મક બાજુને ખુલ્લી કરે છે. તે દિવસોમાં ફિલ્મોના નિર્માણમાં ફાઈનાન્સની મદદ
ઉપલબ્ધ કરાવવા માટે કોર્પોરેટ ફાઈનાન્સ જેવી કોઈ વ્યવસ્થા નહોતી. લગભગ દરેક
ફિલ્મનિર્માતા ઊચા વ્યાજે ફિલ્મનિર્માણ માટે બજારમાંથી ધન મેળવતા હતા. તેનો અપવાદ
આમિરના પિતા પણ નથી. વ્યાજ પર પૈસા લાવીને ફિલ્મ બનાવતી વખતે અજાણ્યાં કારણોસર
મોડું પણ થઈ જતું, જે ફિલ્મનિર્માતા માટે સૌથી ખરાબ સાબિત થતું હતું. જિતેન્દ્ર અને
રેખા અભિનિત આવી જ એક ફિલ્મ ને પૂરી થવામાં આઠ વર્ષ લાગ્યાં હતાં, જયારે ને ત્રણ
વર્ષ. તે દિવસોમાં તાહિરહુસેન પાસે બાળકોની સ્કૂલ ફી ભરવા માટે છ-છ મહિના સુધી પૈસા
નહોતા રહેતા. તેમના ઘરે લેણદારોના અનેક ફોન આવતા રહેતા હતા. વાતચીત દરમિયાન તે
દિવસોનો ઉલ્લેખ આમિરને ભાવુક કરી દે છે. પ્રત્યેક વ્યકિતના જીવનમાં કોઈ ને કોઈ
ભાવનાત્મક બાજુ હોય છે જ. હાલમાં જ સમાચાર આવ્યા કે સેવાગ્રામ આશ્રમમાંથી મહાત્મા
ગાધીનાં ચશ્માં ચોરાઈ ગયાં. તેનાથી મને મારા બાળપણના દિવસો યાદ આવી ગયા. મારા
પરદાદા ડા”. શંકરને મહાત્મા ગાંધીને તમિલ શીખવી હતી. સાઠના દાયકામાં જયારે હું
સ્કૂલમાં ભણતો હતો ત્યારે તે મને ઘરમાં મૂકેલી બાપુ સાથે જોડાયેલી વસ્તુઓ રોજ સાફ
કરવાનું કહેતા હતા. આ જ કારણે ચશ્માં ચોરાવાના સમાચારે મને તે દિવસોની યાદ
અપાવી.

ફંડા એ છે કે, જો તમે તમારા મૂળને નહીં ભૂલો તો હંમેશાં નમ્ર અને
સજજન વ્યકિત બની રહેશો. આજના સમયમાં આવા માણસ શોધવા મુશ્કેલ છે.
raghu@bhaskarnet.com

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: