18 જૂન
નીડરતાથી બોલેલું સત્ય સાચું પરિણામ લાવે છે
જીવન દર્શન
અંગ્રેજોએ સમગ્ર ભારતમાં તેમનો
રાજકીય વ્યાપ વધારવાની સાથે સ્થાયી થવા માટે ખિ્રસ્તી ધર્મનો પ્રચાર પણ શરૂ કરી
દીધો હતો. તેમણે વિવિધ સ્થળોએ ચર્ચ, સ્કૂલો અને હોસ્પિટલો ખોલીને પોતાના ધર્મનો
ફેલાવો કર્યોહતો. તેમના આ પ્રયત્નોના જવાબ રૂપે ભારતની પ્રાચીન ગૌરવવંતી વૈદિક
ચેતના પણ જાગૃત થઈ. તે જ ક્રમમાં સ્વામી દયાનંદ સરસ્વતી દ્વારા આર્ય સમાજની સ્થાપના
કરવામાં આવી. તેમણે તે દિશામાં મહત્ત્વનાં કાર્યોકયાô હતાં. એક વખત આર્ય સમાજના
નેતા કુંવર સુખલાલ આર્ય વૈદિક ધર્મના પ્રચાર બાબતે પેશાવર પહોંરયા. ત્યાં તેમણે
ખિ્રસ્તી ધર્મ વિરુદ્ધ સ્વધર્મને શ્રેષ્ઠ ગણાવ્યો. બિિ્રટશ સરકારે તાત્કાલિક તેમને
બંદી બનાવીને પેશાવરની અદાલતમાં રજૂ કર્યા. ત્યાં તેમના પર કેસ ચલાવવામાં આવ્યો.
સુનાવણી દરમિયાન અંગ્રેજ જજે સુખલાલને પૂછ્યું કે તમે કયાંના રહેવાસી છો? તેમણે કડક
અવાજે કાું કે હું ઉત્તરપ્રદેશનો રહેવાસી છું? જજે પૂછ્યું કે તો તમે અહીંયા
પેશાવરમાં શું કરવા આવ્યા હતા? સુખલાલ બોલ્યા હું અહીં વૈદિક ધર્મના પ્રચાર માટે
આવ્યો હતો. જજે તેમને કાું કે શું તમે ઉત્તરપ્રદેશમાં તેનો પ્રચાર નથી કરી શકતા?
સુખલાલ બોલ્યા વેપાર કરવા માટે તમે લોકો કેમ આટલે દૂર આવ્યા? શું ઇંગ્લેન્ડમાં
વેપાર નથી કરી શકતા? જજ તેમની નિર્ભયતાથી પ્રભાવિત થઈ ગયા અને તેમને પેશાવર
છોડેવાના આદેશ સિવાય બીજી કોઈ સજા ન ફરમાવી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ નિડરતાપૂર્વક
બોલવામાં આવેલું સત્ય અંતે સાચું પરિણામ જ લાવે છે.
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: