18 જૂન
મનને હૃદય સાથે જોડી દો એકલતા આકરી નહીં
લાગે
જીવન-પંથ પં. વિજયશંકર મહેતા
એકલતામાં મન નથી લાગતું, વર્તમાન
જીવનશૈલીની આ એક મોટી સમસ્યા છે. પહેલાંના દાર્શનિકો એવું કહેતા હતા કે માત્ર બે
વ્યકિતને જ એકાંત પ્રિય હોય છે, યોગીઓમાં સાધુ-સંતો અને ભોગીઓમાં સ્ત્રીઓને.
એકલતામાં મનુષ્યની નિકટતા અને તેના સંગાથને અલગ અલગ રૂપમાં જોઈ શકાય છે. એકલતાનો
અર્થ થાય છે કે કોઈ સાથે ન હોવું. તેના કારણે જ એકલતા દૂર કરવા માટે બીજી વ્યકિતને
શોધવામાં આવે છે. ભાવનાત્મક સ્પર્શ એકલતા દૂર કરવાનો બીજો રસ્તો છે. વ્યકિત માત્ર
શારીરિક રીતે જ અન્ય વ્યકિતને સ્પર્શ કરે છે તેવું નથી, તે હૃદય અને ¼ષ્ટિથી પણ
અન્ય વ્યકિતને સ્પર્શે છે. એકલતા દૂર કરવાની પ્રક્રિયામાં મન અને હૃદય સક્રિય હોય
છે. ભાવનાત્મક સ્પર્શ પોતાનું કાર્ય તો કરે જ છે, તેમ છતાં એવું જરૂરી નથી કે
તેનાથી એકલતા દૂર થાય. ઘણી વખત તેનાથી પૂર્ણ સંતોષ નથી પણ મળતો. ભાવનાત્મક રીતે
એકલતા દૂર કરવામાં મન માત્ર વિચારો અને જાણકારીઓ ભેગી કરે છે અને પછી તેને દૂર કરી
દે છે. મનથી દૂર જઈ જયારે હૃદય સાથે જોડાઈ જઈએ ત્યારે એકલતા માટે હૃદય વધારે પવિત્ર
હોય છે, યોગ્ય પરિવર્તન પણ લાવે છે. મનમાંથી તમામ વિચારો કાઢી નાખો. ખાલી મન તેની
જાતે જ હૃદયના શરણે જતું રહેશે અને હૃદયમાંથી સમગ્ર શરીરમાં ભાવનાઓનો સંચાર થશે. આ
સંચાર એકલતાને આનંદમાં બદલી નાખે છે. આ ક્રિયા છે તો ખૂબ ઊડી પણ તેનાં પરિણામ ખૂબ જ
સારાં મળે છે
Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: