આ દેશમાં કાળાં નાણાંનો ઉદ્ભવ શી રીતે થયો એનો ઈતિહાસ ફક્ત ૬૦ વર્ષ જુનો છે

19 જૂન

આ દેશમાં કાળાં નાણાંનો ઉદ્ભવ શી રીતે થયો એનો ઈતિહાસ ફક્ત ૬૦ વર્ષ જુનો છે.
કાળાં નાણાંની વ્યાખ્યા સરળ છે. રાજકારણીઓ કે અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કે લાંચ
પેટે લેવાયેલા રૂપિયા, ઉદ્યોગપતિઓ કે વેપારીઓ દ્વારા કરચોરી કરીને મેળવેલા રૂપિયા,
ગુનેગારો અને માફિયાઓએ ખૂન, લૂંટ, માદક દ્રવ્યો કે શસ્ત્રો વેચીને મેળવેલા રૂપિયા
કે જેનો સ્ત્રોત સત્તાવાળા સમક્ષ જાહેર કરી શકાય તેમ નથી એ રકમ કાળાં નાણાંના
સ્વરૂપે ઓળખાય છે.

૧૯૪૮થી ૨૦૦૮ સુધીનાં ૬૦ વર્ષમાં ભારત સરકારને
કાળાં નાણાંને પગલે ૨૪,૦૦૦ અબજ રૂપિયાનો ચૂનો લાગ્યો હતો. ભારતના જીડીપીની
સરખામણીમાં કાળાં નાણાંનું પ્રમાણ ૫૦ ટકા અંદાજે ૩૦,૦૦૦ અબજ રૂપિયા છે. ભારતનું ૬૨
ટકા કાળું નાણું વિદેશમાં છે અને ૩૮ ટકા દેશમાં ફર્યા કરે છે. મોટાભાગનાં નાણાં
હવાલા રેકેટ મારફતે વિદેશોમાં જાય છે. આ કાળાં નાણાંના માત્ર વ્યાજમાંથી ભારત સરકાર
દર વર્ષે કરવેરા વિનાનું સેંકડો રાહતો ધરાવતું બજેટ પેશ કરી શકે, પરંતુ યક્ષપ્રશ્ન
એ છે કે શું સરકારની દાનત ખરેખર સાફ છે?

દિગ્વિજયના શાબ્દિક ચાબખાથી
બચવા બાબા રામદેવે ૧૧૭૭ કરોડની સંપત્તિ જાહેર કરી છે અને નેતાઓની માફક અનેકગણી આવક
છુપાવી છે. આ બાબાઓ અને નેતાઓની કોઈ વિશ્વસનીયતા લોકમાનસમાં રહી નથી. ભારતીય પ્રજા
આ નેતાઓ માને છે એટલી મૂર્ખ નથી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: