ફાધર ડે ઉજવતી આજની પેઢી તેનો અમલ પણ કરે છે ખરી?

19 જૂન

ફાધર ડે ઉજવતી આજની પેઢી તેનો અમલ પણ કરે છે ખરી?
– શહેરાના પૌત્રને દાદામાં રસ
નથી, તેમની મિલકતમાં રસ છે

કહેવાય છેકે, ઉંમર જ્યારે સાઇઠ વટાવે ત્યારે
વ્યક્તિના સ્વભાવમાં ફરીથી બાળપણાનો પ્રવેશ થાય છે. કદાચ મોટી ઉંમરના વડીલને મળીએ
તો આ પ્રતિત થાય છે.પરંતુ આજે ફાધર ડે નિમિત્તે એક એવા પિતાની વાત છે કે જેઓ આર્થિક
સદ્ધરતા અને શારીરિક તંદુરસ્તી હોવા છતાં પંચમહાલના વૃદ્ધાશ્રમમાં રહે છે.

શહેરા તાલુકાના એક ગામમાં રહેતા રાજપૂત પરિવારના, જીવનના આઠ દાયકા વિતાવી
ચૂકેલા દાદા માનસિક શાંતિ માટે પોતાના પરિવારથી દૂર વૃદ્ધાશ્રમમાં રહે છે. સાધન
સંપન્ન પરિવારના વયોવૃદ્ધ દાદાને પોતાને એક નિવૃત્ત પુત્ર અને તેમનો પણ પુત્ર હાલ
રેલવેમાં નોકરી કરે છે. તેમના કહેવા પ્રમાણે તેમને બચપનમાં જ મા બાપ ગુજરી જતાં
ગરીબી જોવાનો વારો આવ્યો હતો. પોતાના બે નાના ભાઇઓને ઉછેરવાની આવી પડેલી જવાબદારી
સુપેરે નિભાવી પરિવારને ગરીબીમાંથી બહાર લાવ્યા છે.

આજે તેમની પાસે ૧૮ વીઘા
જમીન અને મકાન પણ છે. તેઓ પત્નીના સહકારથી શાંતિથી જીવન પસાર કરતા હતા. તેમના
સંતાનમાં એક પુત્રને સરકારી નોકરી અપાવતાં તેમનો પણ પરિવાર આગળ વધ્યો છે. હાલમાં
પુત્રને તેના પિતા પ્રત્યે સહાનુભુતિ છે પરંતુ તેને પણ વયનિવૃત્તિ મળ્યા બાદ અને
માતાના ગુજરી ગયા બાદ પરિસ્થિતિએ રંગ બદલ્યો હતો.

દીકરાની વહુ અને દીકરાનો
પુત્ર હવે દાદાની સાર સંભાળ રાખવાના બદલે તેઓ પાસે મિલકત માગી રહ્યા છે. જે દાદાએ
આપવાની આનાકાની કરતાં આખરે ઘરમાં કાયમનો કંકાસ ચાલુ થયો. છેવટે દાદાને વૃદ્ધાશ્રમનો
સહારો લેવો પડ્યો છે. આવી છે આજની પેઢી… જે ફાધર ડે તો ઉજવે છે પણ બીજી બાજુ તેને
જીવનમાં અમલી નથી બનાવતી.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: