20 જૂન

લખતા લખતા લખવાની આદત પડી ગઇ
મનમૂંઝારે, સદકાની આદત પડી ગઇ  !

આવ્યા નહીં ભાગ્યે,ગમતીલાં સાદ અવિરત
ભાંગ્યા-તૂટ્યા પડઘાની આદત પડી ગઇ !

બદલાતી રહી સુખની વ્યાખ્યા ખપ મુજબ, ‘ને
સુખની લાહ્યે વલખાની આદત પડી ગઇ !

બહુ સેવ્યા’તા સપનાં પણ,છાંયો મળ્યો નહીં
ધીમે-ધીમે તડકાની આદત પડી ગઇ

મધ્યમવર્ગી પેટે રાખી લાજ, અંતે
આખા કરતા અડધાની આદત પડી ગઇ !

સંબંધો પણ સંબંધો જેવા રહ્યા નહીં
સહુને અડધા-પડધાની આદત પડી ગઇ

લખચોર્યાસી ફેરા ફરતાં એ થયું, કે
ઘટના જેવું મરવાની આદત પડી ગઇ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: