21 જૂન
યોગીઓ આજે સૌથી મોટા જમીનદાર!
ભારતમાં બાબાઓ, ગુરુદેવો, યોગગુરુઓ અને કથાકારોની કમાણી
ધમાણી વિરાટ છે. અમેરિકામાં ભારતનો ધર્મ, યોગ અને મેડિટેશનનો ધંધો નિકાસ થઇ ચૂકયો
છે. ભારતમાં આર્થિક તેજી આવી તેનો બાબાઓને ખૂબ લાભ મળ્યો છે.
ભકત કવિ કબીરે કહેલું કે હે ગુરુ
! (ભગવાન) તમામ સમુદ્રોની શાહી બની જાય, તમામ જમીન જેટલા કાગળો બની જાય અને તમામ
જંગલનાં વૃક્ષોનાં લાકડાની કલમ બની જાય તો પણ હે ગુરુ તમારી ગૌરવગાથા લખવા આ બધું
ઓછું પડે. ભારતમાં બાબાઓ, ગુરુદેવો, યોગ ગુરુઓ અને કથાકારોની કમાણી ધમાણીનું વર્ણન
કરવા બેસો તો એ આટલું જ વિરાટ બને. અમેરિકાથી પ્રગટ થતા નામના સાપ્તાહિકે ભારતના
યોગના ધંધાની નોંધ લીધી છે. તે માટે પત્રકાર નંદિની, લક્ષ્મણને પાંચ-છ-યોગ
સેન્ટરમાં મોકલેલી. પરંતુ એ પ્રથમ અમેરિકા તરફ પણ નજર કરવી જોઇતી હતી. હોંગકોંગથી
પ્રગટ થતા એશિયન ટાઇમ્સે લખ્યું છે અમેરિકામાં ભારતનો ધર્મ, યોગ અને મેડિટેશનનો
ધંધો નિકાસ થઇ ચૂકયો છે. અમેરિકામાં ૨૦૦૬માં બે કરોડ અમેરિકનો યોગની પ્રેકિટસ કરતા
હતા. આ યોગ મેડિટેશનનું કોમર્શિયલાઇઝેશન થઇ ચૂકયું છે. તેના આંકડા પ્રમાણે
યોગઘ્યાનનો ધંધો ૩૦ અબજ ડોલરનો હતો તે પાંચ વર્ષમાં બમણો થયો છે. વોલમાટર્ અને બીજા
સ્ટોરોમાં યોગને લગતી સાદડીઓ, કલામય આસનો, ભગવાં વસ્ત્રો, ધોતી અને ડીવીડી વગેરે
વેચાય છે. દરેક અમેરિકન ભકત યોગ શીખવામાં ૧૫૦૦ ડોલર ખર્ચે છે.
મુંબઇથી ૨૫૦
કિલોમીટર દૂર પુણેમાં બી. કે. એસ.એસ. આયંગાની મેમોરિયલ યોગ ઇન્સ્ટિ.’ચાલે છે. અહીં
પ્રાણાયામ અને આસનો શીખવાય છે. એક મહિનાના કોર્સના બિઝનેસ વીકના કહેવા પ્રમાણે ૪૫૦
ડોલર છે એટલે કે લગભગ રૂ. ૨૫૦૦ છે. પરંતુ તે માટે તમારે ૧૮ મહિનાના વેઇટિંગ
લિસ્ટમાં નામ નોંધાવવું પડે છે. યોગ ભકતે પોતાની રહેવાની-જમવાની સગવડ કરવી જોઇએ.
વિદેશના યોગ-ભકતો માટે પુણેમાં ફાઇવસ્ટાર સગવડોવાળી હોટેલોનો રાફડો ફાટયો છે.
મૈસુરમાં બીજી એક અષ્ટાંગ યોગની રિસર્ચ ઇન્સ્ટિ. છે.

અહીં વિદેશીઓની ભીડ છે.
કે. પટ્ટાભિ જોઇસ નામના યોગીએ તે સ્થાપી છે. તમે બી.કે.એસ. આયંગર નામ સાંભળ્યું છે.
કે પટ્ટાભિ અને આયંગર એ ગુરુ-બંધુઓ છે. બંનેના ગુરુ ટી. કષ્ણમાચાર્યજી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: