21 જૂન

નવી સદીમાં ભારત આર્થિક બુલંદી પર ભલે પહોંચ્યું હોય પરંતુ સમાજમાં
મહિલાઓની જે સ્થિતિ છે તેણે આ વિકાસગાથા પર દાગ લગાવ્યો છે. થોમસન રોઈટર ફાઉન્ડેશન
દ્વારા તાજેતરમાં જ કરવામાં આવેલા સર્વેમાં મહિલાઓ માટે વિશ્વની સૌથી ખતરનાક
જગ્યાઓની યાદીમાં ભારતને ચોથા નંબરે મૂકવામાં આવ્યું છે. આ યાદીમાં ભારતથી ઉપર
અફઘાનિસ્તાન, કોંગો અને પાકિસ્તાન છે. દેશમાં કન્યાભ્રૂણ હત્યા, જન્મ બાદ બાળકીઓની
હત્યા અને મહિલાઓની તસ્કરીને કારણે ભારતની આ ખરાબ સ્થિતિ બની છે. સમાજમાં ચાલુ
રહેલી જુની માન્યતાઓ અને સમાજ સુધારણાના પ્રયાસો અટકી જવાને કારણે આ બુરાઈઓ વધતી જઈ
રહી છે.

તાજેતરમાં જ બ્રિટિશ મેગેઝિન લેન્સેટે અનુમાન લગાવ્યું હતું કે,
૧૯૮૦થી ૨૦૧૦ના સમયગાળામાં એક કરોડ કરતાં પણ વધુ કન્યાભ્રૂણની હત્યા કરી દેવાઈ છે.
સીબીઆઈના એક અનુમાન અનુસાર દેશમાં આજે પણ ત્રીસ લાખ કરતાં વધુ વેશ્યાઓ છે. યૌન અને
શ્રમ બંને પ્રકારના શોષણ માટે મોટા પ્રમાણમાં યુવતીઓને વેચી નાખવામાં આવે છે.
અત્યાચારની આવી ચરમસીમાની સ્થિતિમાંથી જે મહિલાઓ બચી જાય છે તે જાહેર સ્થળે અને
કામકાજના સ્થળે છેડતીનો ભોગ બને છે.

આ ઉપરાંત ઘરેલુ હિંસા અને દહેજહત્યા
જેવી ઘટનાઓ તો સામાન્ય બનેલી છે. દેશની મહિલાઓ દ્વારા રાજકારણમાં ટોચનું સ્થાન
હાંસલ કરવું, કોર્પોરેટ જગતમાં ઊંચા પદો પર પહોંચવું અને વ્યક્તિગત પ્રતિભા દ્વારા
રમત અને સંસ્કૃતિની દુનિયામાં નામ કમાયા બાદ પણ સામાન્ય મહિલાઓની સ્થિતિ તો હજુ
એવીને એવી જ છે. સમાજના તમામ જાગૃત સમૂહ માટે સૌથી પહેલી ચિંતા આ જ હોવી જોઈએ, કેમ
કે અડધી વસ્તીને જોખમમાં મૂકીને કોઈ પણ સમાજ વિકાસ સાધી શકશે
નહીં.

તંત્રી લેખ

 

 

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: