21 જૂન

દેશમાં અત્યારે પારદર્શકતાની ક્રાંતિનો જુવાળ ફૂટી નીકળ્યો છે.
રાજકારણથી માંડીને વહીવટ, ન્યાયપાલિકા, વ્યવસાય અને પત્રકારત્વ, દરેકમાં હવે કશું
પણ ગુપ્ત રહેતું નથી, દરેક વસ્તુ જાહેર થઈ રહી છે. આ બાબત દેશની પ્રજાનો નવો મિજાજ
રહી છે અને યુપીએ સરકારનો માત્ર એક મંત્રી દેશની આ નાડ પકડી શક્યો છે. સંરક્ષણ
મંત્રી એ.કે. એન્ટનીએ જણાવ્યું છે કે નેતાઓ, અધિકારીઓ, વ્યવસાયીઓ અને સૈન્ય આ
પરિવર્તન માટે તૈયાર નથી. જેને કારણે જ આ સમસ્યાઓ પેદા થઈ રહી છે. પારદર્શકતાની આ
લહેર હવે રોકાશે નહીં.

લોકશાહી ક્રાંતિનો આ બીજો તબક્કો છે, જે પોતાના
અંજામ સુધી પહોંચશે જ. તમામ મુશ્કેલીઓ બાદ પણ આરટીઆઈ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને
અણ્ણાના આંદોલનમાં એકઠી થતી ભીડ આ ક્રાંતિનું સૌથી મોટું ઉદાહરણ છે. પ્રજાના આ
દબાણને કારણે જ આજે વડાપ્રધાને પોતાના બધા જ મંત્રીઓને પોતાની સંપત્તિ અને તમામ
વ્યવસાયિક હિતોને જાહેર કરવા માટે કહેવું પડ્યું છે. આ ઉપરાંત આયોજન પંચે પણ
રાજ્યસભા સચિવાલયને આદેશ આપ્યો છે, જેમાં બધા જ સાંસદોને તેમની સંપત્તિ જાહેર
કરવાનું કહેવામાં આવ્યું છે. સર્વોચ્ચ અદાલત પણ તેમાંથી બચી શકી નથી.

સ્વિસ
કે બીજી વિદેશી બેન્કોનાં ગુપ્ત ખાતાંઓનું રહસ્ય દાયકાઓ સુધી અકબંધ રહ્યું હતું
પરંતુ પારદર્શકતાની મશાલ હવે ત્યાં પણ પહોંચવા લાગી છે. હવે અંતે લિચેન્સ્ટીનની
એલજીટી બેન્કમાં ભારતીય નાગરિકોનાં ૧૮ ગુપ્ત ખાતાંઓની વિગતો બહાર આવી છે. માહિતી
મેળવવાની પ્રબળ ઇચ્છા અને તેને કાયદેસર માન્યતા આપવી વર્તમાન સમયની સૌથી મોટી સફળતા
છે. ભ્રષ્ટાચાર માટે દેશની પ્રજાનું માનસ ભલે અત્યારે અકળાયેલું હોય પરંતુ આ
પરેશાની વધતી જતી જાગૃતિનો સંકેત છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: