26 જૂન

ચંદ્રનો ફોટો લેવા માટેનો ઉત્તમ સમય : સાંજનો એવો સમય જ્યારે આકાશમાં સંપૂર્ણ અંધારૂં થયું ન હોય. પૃથ્વી પરનાં દૃશ્યો હજુ થોડા ઉજાશમાં હોય અને આકાશમાં ચંદ્ર પણ દેખાતો હોય ત્યારે બહુ સુંદર રંગો અને ઓબ્જેક્ટ્સનું સંયોજન થઇ શકે. (મોટાભાગનાં P&S કેમેરામાં પણ આ પ્રકારે ફોટો લેવા માટે એક અલાયદો મોડ આપેલો હોય છે, જેને ટ્વિલાઇટ મોડ કહે છે જે અર્ધચંદ્ર આકારનાં ચિહ્ન વડે દર્શાવેલ હશે)

* આવા સમયે ચંદ્ર અને અન્ય ઓબ્જેક્ટ્સ પણ સારી રીતે જોઇ શકાય તેવું ચિત્ર લેવા માટે HDR નો પણ ઉપયોગ કરી શકાય. જેમાં અંડર એક્સ્પોઝર અને ઓવર એક્સ્પોઝર વાપરી ત્રણ-ચાર-પાંચ ફ્રેમ શૂટ કરી અને ફોટોશોપ જેવા કોઇ સોફ્ટવેર દ્વારા HDRનો ઉપયોગ કરી, બધી ફ્રેમ એકશાથે ગોઠવી અને સુંદર દૃશ્યનું નિર્માણ કરી શકાય છે. (આ વિશે વિગતવાર આગળ વાત કરીશું)

* વિવિધ વાતાવરણને કારણે ચંદ્રમાં અને આકાશમાં પણ વિવિધ રંગોની મેળવણ દેખાય છે.આમ અલગ અલગ વાતાવરણમાં ફોટો પાડી અલગ અલગ રંગ સંયોજન ધરાવતા ફોટાઓ લઇ શકાય છે.

* સામાન્ય રીતે પૂનમનાં ચંદ્રનો ફોટો લેવાની ઈચ્છા વધુ રહે છે. પરંતુ તે સિવાયની ચંદ્રની વિવિધ કલાઓનો ફોટો (જેમ કે બીજનો ચંદ્ર કે અર્ધચંદ્ર વગેરે) પણ સરસ દૃશ્ય રજુ કરે છે.

અહીં આપણે ચંદ્રની ફોટોગ્રાફી સાથે જોડાયેલા કેટલાક પાસાઓ જોયા. સાથેનાં કેટલાક ચિત્રો પણ આપને વધુ આઇડીયાઝ આપશે. આપની પાસે પણ કોઇ નવા વિચારો કે ચંદ્રનાં કોઇ માણવા લાયક ફોટોગ્રાફ્સ હોય (આપના દ્વારા લેવાયેલા) અને આપ અહીં સૌના માર્ગદર્શનાર્થે મુકવા માંગતા હોય તો જરૂર મેઇલ કરશો. આભાર

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: