Archive | જુલાઇ, 2011
22 જુલાઈ

 

સાણંદ, તા.૨૮

સાણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિક મંચના યોજાયેલા મહાઅધિવેશનમાં ધોમધખતા  તાપમાં ઉમટી પડેલી મેદનીને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં બેરોજગારોને ન્યાય નહીં મળે અને પ્રજાને અન્યાય થતો રહેશે ત્યાં સુધી હું ઊંઘીશ નહીં અને તમને પણ ઊંઘવા નહીં દઉં. આજે ગુજરાત માત્ર દેવા સિવાય બીજા એકેયમાં નંબર વન નથી. શિક્ષિત બેકારોને માત્ર ૨૫૦૦ના પગારથી નોકરી કરાવાય છે. નવી સરકાર કોંગ્રેસની હશે તો ૪૦૦૦થી નીચે પગાર નહીં આપીએ. ખેડૂતોને સસ્તી વીજળી આપીશું અને ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગગૃહોને પધરાવી દેવાની નીતિ બંધ કરીશું. સીટ સમક્ષ મુખ્યમંત્રીને હાજર થવાનું જ હતું તો પછી દેશવાસીઓના નામે પત્ર લખીને વિવાદો ઊભા કરવાની  ક્યાં જરૃર હતી. પોતે જ ભ્રાંતિ ફેલાવે છે નેપછી બીજાઓ ભ્રાંતિ ફેલાવે છે તેવો પ્રચાર કરે છે. નાગરિકોએ જાગવાની જરૃર છે.

  • અધિવેશનમાં  પ્રબુદ્ધ નાગરિક મંચ દ્વારા સરકારની      ઝાટકણી

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ લોકો જાગે અને સરકારને હટાવવાનો માહોલ પેદા કરે તેમ જણાવી આક્ષેપ કર્યો હતો કે સીટ સમક્ષ ૨૧મીએ મુખ્યમંત્રીએ હાજર થવાની ભ્રામક વાતો ફેલાવીને સહાનુભૂતિ  મેળવવા પ્રયાસો થયા હતા. જ્યારે મધુસુદન મિસ્ત્રીએ ગુજરાતના કુલ ૨૨૪માંથી ૧૪૩ તાલુકા પછાત હોવાની વાત કરી ગુજરાત નંબર વન હોવાની વાત પોકળ છે તેમ કહ્યું હતું. શિક્ષકસંઘના પ્રમુખ જગદીશ ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૫૦૦ અને ૨૫૦૦ જેવા વેતનમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ડોનેશન પ્રથા ફાલી ફૂલી છે.

Advertisements
19 જુલાઈ

https://lh5.googleusercontent.com/-Lf1XgeOCX4M/TiQb0mkc47I/AAAAAAAAaHw/VPA8E0FZ46Q/s512/IMG_0014.jpg

16 જુલાઈ

યે મેં ક્યા દેખ રહા હું?’ એવા આંચકામાંથી બહાર આવ્યા પછી એક યુવાન ફેરિયા સાથે સહજ વાતચીત કરી. એમાંથી જાણવા મળ્યું કે સરદાર બ્રિજ પર અને કાંકરિયા તળાવ સહિત બીજાં કેટલાક ઠેકાણે અચાનક ફૂટી નીકળેલા સૂકા મેવાના છૂટક વિતરકો અમદાવાદના જ છે.

‘દુકાનો મૂકીને તમારે ત્યાંથી શું કામ લોકો ખરીદવા આવે?’ એના જવાબમાં એણે કહ્યું,’બજારમાં સૂકો મેવો 400 રૂપિયે કિલો મળે છે. અમે 380 રૂપિયે આપીએ છીએ. પછી લોકો અમારે ત્યાંથી શું કામ ન લે?’

ખરીદી કરી આવેલાં ઓફિસનાં એક જાણકાર બહેને માહિતી આપી હતી કે ‘બરાબર બારગેઇનિંગ કરવાનું. હું 325 રૂ.માં કિલો બદામ લાવી અને સારી છે.’

‘લોકો ખરીદવા આવે છે?’
‘હા, આખો દિવસ લોકોની અવરજવર રહે છે.’
‘તમે સસ્તામાં કેવી રીતે વેચી શકો છો? તમને કેવી રીતે પોસાય?’
‘અમે જથ્થાબંધ વેપારીને ત્યાંથી કે દિલ્હીથી માલ લાવીએ છીએ.’ આટલું કહીને પછી એણે જવાબને વધારે ‘કન્ટેમ્પરરી ટચ’ આપવા કહ્યું,’મંદી છે ને. એટલે ભાવ ઘટી ગયા.’

મારા જેવા માણસ માટે સમાચાર એ નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા. મને નવાઇ એ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે, એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે. ‘સસ્તું’ સાંભળીને તેના કાન તેજ થાય છે, આંખો પહોળી ને મગજ બંધ.

સ્થિતિ આવી રહેશે તો અમદાવાદથી અમેરિકા-ઇંગ્લેન્ડ જનારા ‘ત્યાં’નાં સગાં માટે કાજુ-બદામનાં પેકેટ લઇ જતા થઇ જશે અને ભારત સુપરપાવર થઇ જશે

16 જુલાઈ

ત્રાસવાદના મુકાબલા માટે – અને શું ન કરવું જોઇએ એ માટે પણ- આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય એ જરૂરી છે. આપણી પ્રાથમિકતા ત્રાસવાદને લગતી દરેક સમસ્યા માટે ‘સેક્યુલર કર્મશીલો’ને ઝૂડ્યા કરવાની છે કે કોઇ પણ પ્રકારના ત્રાસવાદને ગંભીર ગુનો ગણીને તેની સામે યથાયોગ્ય-ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવાની છે?

આપણી પ્રાથમિકતા ત્રાસવાદવિરોધી કાયદાનાં ગાજર લટકાવતા નેતાઓ પાછળ લાળ ટપકાવીને દોરાતા જવાની છે? કે ત્રાસવાદી હુમલાનાં નવાં ઠેકાણાં- નવી ગંગોત્રીઓ પેદા ન થાય અને સામાન્ય મુસ્લિમો કાયમી શકમંદ તરીકે વઘુ ને વઘુ હાંસિયામાં ન ધકેલાતા જાય એ જોવાની છે?

બિનસાંપ્રદાયિક કે સાંપ્રદાયિક, દંભી કે બિનદંભી, હિંદુ કે મુસ્લિમ, કોઇ પણ વ્યક્તિ આ દેશના કાયદાથી ઉપર નથી, એ સત્ય વારંવાર ધૂંટવાની જરૂર છે? કે આ બધા વચ્ચે વહાલાંદવલાંનાં ખેલ ખેલીને, ત્રાસવાદીઓ કરતાં વધારે અસરકારક રીતે દેશના ટુકડા થઇ રહ્યા છે, એ પ્રક્રિયાને અટકાવવાની જરૂર છે?

સૌએ બીજાને જવાબ આપતાં પહેલાં કે બીજાનો જવાબ માગતાં પહેલાં, પોતાની જાતને જ જવાબ આપવાની જરૂર

14 જુલાઈ

રાજ્યસભા માટે ફોર્મ ભરવા આવેલા સોનિયા ગાંધીના સલાહકાર અહેમદ પટેલની હાજરીમાં ૨૦૧૨ ની વિધાનસભાની ચૂંટણી માટે તૈયાર હોવાની જાહેરાત કરનાર પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાની ટીમની પહેલી વિકેટ આજે ભાજપે ખેરવી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો હતો.
એક જમાનામાં તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના ખાસ ગણાતા પંચમહાલના અગ્રણી અને પૂર્વ મંત્રી તથા પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ બારીયા આજે વિધિવત રીતે ભાજપમાં જોડાઈ જતા ભાજપના પ્રદેશ કાર્યાલયમાં પેંડા વહેચાયા હતા. નેતાઓનું તો કહેવું હતું કે ‘યે તો સિર્ફ ઝાંખી હૈ…અસલી ખેલ બાકી હૈ…’
ઉદેસિંહ બારીયાના ભાજપ પ્રવેશથી પંચમહાલ જિલ્લામાં ભાજપને મોટો લાભ થશે એવું ભાજપી નેતાઓનું માનવું છે.
૨૦૧૨માં આવનારી વિધાનસભાની ચૂંટણીમાં વિક્રમસર્જક ૧૫૧ બેઠકો જીતવા કટિબદ્ધ થયેલા ભાજપીઓ કોંગ્રેસની અનેક વિકેટો ખેરવવાની યોજના અમલમાં મૂકી ચુક્યા છે

14 જુલાઈ

Shankersingh was more attracted to NCC Rifles and completed ‘C’ certificate course to serve as under officer initially and warrant officer subsequently. In 1963 he enrolled for the graduation course   in commerce in H. A. College in Ahmedabad, However, he gave it up in preference to a post-graduation course in economics by attending evening classes in a collage in Patan. Continuing higher studies in Ahmedabad was out of his reach. He was desperately looking for an alternative. In Patan found one. A Warrant Officer’s posting in NCC and a permission to attend evening post-graduate course.

14 જુલાઈ

Journey Begins…1963

Tuesday, 19 April 2011
  • E-mail
  • Print
  • PDF

Shankersingh was more attracted to NCC Rifles and completed ‘C’ certificate course to serve as under officer initially and warrant officer subsequently. In 1963 he enrolled for the graduation course   in commerce in H. A. College in Ahmedabad, However, he gave it up in preference to a post-graduation course in economics by attending evening classes in a collage in Patan. Continuing higher studies in Ahmedabad was out of his reach. He was desperately looking for an alternative. In Patan found one. A Warrant Officer’s posting in NCC and a permission to attend evening post-graduate course.

Last Updated on Wednesday, 20 April 2011 14:43