9 જુલાઈ

આજના દિવસોમાં કૂદકે ને ભૂસકે વધતી જતી આ મોંઘવારી માનવજીવન ઉપર ઘણી અસરો કરતી જાય છે. આજના દિવસોમાં ગરીબ માણસો મોંઘવારી આગળ લાચાર બની ગયા છે. બજારમાં સૌથી વધારે છૂટથી કોઈ ચીજ મળતી હોય તો તે છે મોંઘવારી. અત્યારે વસ્તીના મોઢે જે શબ્દ સાંભળવા મળે છે તે મોંઘવારી જ છે. આપણને નાનામાં નાની વસ્તુમાં મોંઘવારી જોવા મળે છે.આ મોંઘવારીમાં ગરીબ માણસો શું ખાય? આ બાબત આપણે નહીં ગુજરાત સરકારને વિચારવા જેવી છે. મજુરો બિચારા આખો દિવસ મજૂરી કરીને જે પૈસા લાવે છે તે એક ટંકના ભોજનમાં વપરાઈ જાય છે. આપણે તો દિવસમાં ત્રણ ટાઈમ ભોજન કરીએ છીએ. અમુક ગરીબ લોકોને એક ટંકનું પણ ભોજન જોવા મળતું નથી.દેશમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના મોઘમ આશીર્વાદ સૌને પહોંચાડનાર કોઈ ચીજ હોય તો મોંઘવારી. સુરતનાં ગામોમાં કડવા પાટીદાર ખાવા બેસતા ત્યારે થાળીની પાસે કાંસાનો એક મોટોમોસ વાટકો રહેતો આજે વાટકાનું સ્થાન વાટકીએ લીધું છે. મોંઘવારી વધે છે તેમ પેલી વાટકીનું કદ ઘટે છે. હવે એ વધારે નાની ન થઈ શકે એટલી નાની થઈ ચૂકી છે. દેશના બધાના મોઢે મોંઘવરી જ મોંઘવારી સાંભળવા મળે છે. અત્યારે નાનામાં નાની વસ્તુની પણ કિંમતો મોટી વસ્તુના બરાબર થઈ ગઈ છે. આજે મોંઘવારી નહીં ઘટે એવું કહેવાની હિંમત કોઈ ના જ કરે, પણ આ વાસ્તવિક છે. કમજોર જીવજંતુના માથે લુપ્ત થઈ જવાનો અભિશાપ લખાયેલો છે. તેમ ગરીબ, બેકાર અને કમજોર માણસ આ નવી વ્યવસ્થામાં જીવવાપાત્ર નહીં ગણાય. આ બેંકનું વ્યાજ ઘટાડાના કારણે વાર્ષિક ૩૦, ૦૦૦ કરોડ વ્યાજની રકમ ઘટતી હોય છે. સામાન્ય રીતે વેપાર – ઉદ્યોગના પૈસા તો મોટા ભાગે થાપણો – સેવિંગ ખાતાંઓ વગેરેમાં પડી રહેતી મોટા ભાગની રકમો વૃદ્ધો, વિધવાઓ ને સામાન્ય લોકોની હોય છે. કોઈ પણ દુકાન પર જઈએ કે કોઈ સ્થળે કે બજારમાં જઈએ તો બસ એક જ શબ્દનું માણસો રટણ કરે છે મોંઘવારી. કદાચ જીવનનું સૌથી મોટું માનવ સાથેનું બંધન હોય તો આ મોંઘવારી છે. મોંઘવારી સૌને તમાચો માર્યા વગર ગાલ ગાલ રાખવાની કળા શિખવાડે છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: