13 જુલાઈ

લાગે છે વસમી?

Jul 08,2011 Supplements >Stree
comment    e-mail    print

 

Viewed 1205
Rate 0
                                                                                                                                            Rating

//
Bookmark The Article
<!–

–><!–
–>http://ads.indiatimes.com/ads.dll/getad?slotid=2773<!–

–>

 

ઘડપણને એ જ વ્યક્તિ સુંદર કહી શકે કે, જેની પાસે બાળકની મુગ્ધતા હોય ને યૌવનનો ઉત્સાહ હોય, જોશ હોય અને જીવનના કડવા-મીઠા અનુભવોનું તત્ત્વજ્ઞાનયુક્ત શાણપણ હોયજિંદગીની ત્રણ મહત્વની પણ વિચિત્ર અવસ્થાઓ આપણે જોઈએ, અનુભવીએ છીએ. કિશોરાવસ્થામાં સમય અને શક્તિ ભરપૂર હોય છે. જિંદગીની જંજાળો તથા જવાબદારીઓ તે વખતે એટલી સતાવતી નથી હોતી, પણ ત્યારે તે માણવા પૈસાનો અભાવ હોય છે. યુવાવસ્થામાં પૈસો અને શક્તિ-સ્ફૂર્તિ બેઉ  હોય છે, પણ ત્યારે સમય નથી હોતો. જિંદગીની ખુશીઓ પરત્વે સભાન હોવા છતાં તે માટેનો પૂરતો સમય ફાળવી નથી શકાતો અને ત્રીજી અવસ્થા છે તે વૃદ્ધાવસ્થા. જેમાં સમય ભરપૂર મળી રહે છે. સાથે પૈસેટકે પણ ખાસ્સી રાહત હોય છે, પણ ત્યારે શક્તિ કે સ્ફૂર્તિ (એનર્જી)નો અભાવ નડે છે.  સ્નાયુઓના ઘસારા સાથે અંતઃસ્રાવો પણ ઘટી જવાથી તન-મનથી દુર્બળતા  અનુભવાય છે, કશું ના કરાય તો પણ થાક અને કંટાળાનો અનુભવ થાય છે. પરિણામે સારા પ્રસંગો, દૃશ્યો કે સાધનો પણ મૂરઝાતા જતા મનને, તૂટી જતી તાકાતને સંકોરી નથી શકતાં. સુખનો અહેસાસ કરાવી નથી શકતાં. જીવન પ્રત્યેનું જોશ નથી રહેતું ને હોંશ પણ નથી રહેતી.આ ત્રીજી અવસ્થાને ઘડપણ પણ કહે છે. દરેક યુવાન વ્યક્તિને સૌથી વધુ ડર હોય તો તે વૃદ્ધ થવાનો. શક્ય તેટલા ઉપાયો અજમાવતા જઈને પણ યુવાન વ્યક્તિ ઘડપણને  દૂર હડસેલતા રહેશે. અવગણતા રહેશે, પણ એક તબક્કા પછી જ્યારે મન તો સાથ આપતું રહે, પણ તન ત્રાહિમામ્ પોકારી જાય ત્યારે છાના પગલે પેલું અણગમતું ઘડપણ શરીરના પીંજરમાં પ્રવેશી જ જતું હોય છે. બીજી રીતે કહીએ તો ગમે તેટલું ટાળવા મથો, પણ ઘડપણ કોઈને છોડતું નથી. એટલે દરેક અવસ્થાની જેમ આ ઘડપણાવસ્થાને પણ સ્વસ્થ તથા તટસ્થભાવે સ્વીકારી લેવાથી તે એટલું નહીં પીડે.

ઘડપણને એ જ વ્યક્તિ સુંદર કહી શકે કે, જેની પાસે બાળકની મુગ્ધતા હોય તો યૌવનનો ઉત્સાહ હોય, જોશ હોય અને જીવનના કડવા-મીઠા અનુભવોનું તત્ત્વજ્ઞાનયુક્ત શાણપણ હોય.

થોડાં વર્ષો પહેલાં કોઈ શક્તિદાયક દવાની જાહેરાતમાં છેલ્લે એક સૂત્ર મૂકાતું હતું કે, તમે ૨૫ વર્ષના વૃદ્ધ છો કે સાઠ વર્ષના જુવાન ? થોડામાં ઘણું કહી જતાં આવાં સ્લોગનો સંદેશ એ આપે છે કે, તમે તન-મનથી ચુસ્ત અને સ્ફૂર્તિમાં રહેશો તો ઉંમર તમને વૃદ્ધ નહીં બનાવી શકે, પણ જીવનમાં કંટાળાને, આળસને અને બેદરકારીને પંપાળશો તો જ ઘડપણ તમારી યુવાની છીનવી લેશે. જીવન પરથી રસ ઉડાવી લેશે.

આજે જો કે ઘડપણની વ્યાખ્યા જાણે બદલાઈ ગઈ છે. પહેલાં જ્યાં શારીરિક દુર્બળતા, નબળાઈ, સતત ઘસાતું શરીર, થાક, વિના કારણ કંટાળો, નાના-મોટા રોગ અને ખાસ તો નિષ્ક્રિયતા એ બધું થઈને ઘડપણ શરીર પર અડ્ડો જમાવી દેતું. આજે એવું નથી રહ્યું. આજના અસંખ્ય મધ્ય વયના-પુખ્ત સ્ત્રી-પુરુષો તન કે પછી મનથી પણ ઝટ ઘડપણને સ્વીકારતાં નથી. તેઓ એ હદે સ્વાસ્થ્ય અને જીવન પ્રત્યે સજાગ થઈ ચૂક્યાં છે- રહ્યાં છે કે ઉંમરને લઈને ઉદ્ભવનારી નાની-મોટી સમસ્યાઓ, પ્રશ્નો તેમને અકાળે વૃદ્ધ નથી કરી શકતાં. બલ્કે યુવાનીને એવાં લોકો જ યાદ કર્યા કરે છે ને પસ્તાયા કરે છે જેમની પાસે ઘડપણમાં કોઈ પ્રવૃત્તિ નથી. જિંદગી પ્રત્યે નવો દૃષ્ટિકોણ તેઓ વિકસાવી નથી શકતાં. જીવન પ્રત્યે આશાવાદી છે તેવા લોકો માટે કહી શકાય કે, પચાસ વર્ષ પછી અને નિવૃત્તિકાળ પછી તો તેમના ઘરમાં ઘોડા થનગનવા આતુર બનતાં જાય છે. જીવનની, પરિવાર, સંતાનોની જવાબદારીઓનો બોજ આ ઉંમરે હળવો થતાં તેઓ જિંદગીને એક નવી જ નજરે જોતાં અને માણતાં શીખે છે. ઘડપણ નામના એક અફર અને ડરામણાં વળાંક પર આવીને તેમનું સમયચક્ર અટકી નથી જતું બલ્કે વીતેલાં વર્ષોથી અનુભવ સમૃદ્ધ થયેલું તેમનું જીવન એક પરિપકવ મોડ પરથી નવી જ શરૂઆત કરવા પ્રેરાય છે. અનેક પ્રવૃત્તિઓ તેમને આકર્ષે છે.

કોઈ પોતાના અધૂરા શોખને આગળ ધપાવી ગમતાનો ગુલાલ કરે છે તો કોઈ અનુભવ તથા આવડતનો સંગમ કરી તેનાથી આવકનું નવું સાધન ઊભું કરે છે. કોઈ સમાજસેવા કરવા પ્રેરાય છે તો અનેક લોકો કોમ્પ્યુટર તથા ઇન્ટરનેટના સહારે જિંદગીમાં ના જોયેલાં, ના કલ્પેલાં રહસ્યોને અંકે કરવા કમર કસે છે.

એક યુવાન તેનો અનુભવ કહે છે કે, તેને એક લેક્ચર કવર કરવાજવાનું હતું. મેડમ હજુ આવ્યાં નહોતાં. પણ કોઈ લેડી છે તેની સૌને ખબર હતી. બધાને એમ જ કે તે યંગ, સ્માર્ટ હશે, પણ ત્યાં સામેથી એક પાંસઠેક વર્ષનાં સંન્નારીને પ્રવેશતાં જોયાં. તેમની ઉત્સાહજનક સ્પિચ, સ્ફૂર્તિ તથા ધગશ જોઈ સૌ ખરેખર પ્રભાવિત બની ગયાં. આજે એવા તો કંઈ કેટલાંય વયસ્કોએ વૃદ્ધત્વની પરિભાષા જ બદલી નાંખી છે. ઉંમરને તન-મન પર સવાર થવા દેવાના બદલે ઉંમરના અહેસાસને ઊગતો જ ડામવા પૂરા હોશ અને જોશ સાથે તૈયાર રહે છે. ટી.વી.ની સિરિયલોમાં આવતાં પાત્રોમાં અડધા ભાગના પાત્રો પાસ વર્ષની વય વટાવી ચૂકેલાં હોય છે. છતાં તેઓ સતત કામ કરતાં રહીને નામ સાથે ભરપૂર દામ પણ કમાતાં રહે છે. અહીં વાત છે ઉત્સાહની.

આજના વૃદ્ધોને હવે જિંદગી નિરાશારૂપ, નિરસ કે બોજસમાન નથી લાગતી.  ઉપરથી તેમની પાસેના બચેલાં વર્ષો અને સમયના આયોજન વડે તેઓ પોતાનું તથા અન્યોનું જીવન પણ જીવવાલાયક બનાવતાં રહે છે અને આખરમાં સારી રીતે જીવ્યાનો સંતોષ પણ મેળવતાં રહે છે તે અલગ.

તમે ઇન્ટરનેટની બ્લોગ સાઈટો ખોલશો કે સોશ્યલ સાઈટો સર્ચ કરશો તો અસંખ્ય ચહેરા એવાં મળી આવશે જેઓ જીવન પ્રત્યેના તેમના ભરપૂર ઉત્સાહને ગમતી વ્યક્તિઓ સાથે, ગમતા અભિગમ દ્વારા વહેંચી રહ્યાં હોય. શું તેમને વૃદ્ધ કહેવાય ?

જો કે જેમને કોઈ પણ ઉંમરે યુવાન અને મનથી તંદુરસ્ત જ રહેવું હોય છે તેઓ ચોક્કસપણે હકારાત્મક અભિગમ ધરાવતાં હોય છે. જીવનની પ્રત્યેક પળને સમૃદ્ધ બનાવવી હોય, પોતાની શરતોથી જીવવી હોય તો આવો હકારાત્મક અભિગમ કેળવવો જ રહ્યો. નિરાશાવાદી લોકો ક્યારેય જિંદગીને માણી શકતાં નથી પછી તેઓ ભરયૌવનાવસ્થામાં કેમ ના હોય !

જો કે આપણા દેશની અર્થવ્યવસ્થા, સમાજજીવન અને સરકારી નીતિઓ એવાં છે જેમાં ઘડપણ આવે ત્યાં સુધી તનતોડ અને મનતોડ મહેનત કરીને માણસ બેવડ વળી જાય. શરીર ડબલ બોજ આવે તેટલા કલાકો કામ કરીને ઘસાઈ જાય અને તોયે તે પ્રમાણેનું વળતર ના મળે.

વળી દરેક વયસ્ક કે વૃદ્ધજનો માટે તેમની વૃદ્ધાવસ્થા ધારીએ તેટલી સરળતાથી પસાર નથી પણ થતી હોતી. આપણી આસપાસના સમાજમાં અસંખ્ય દુઃખી, પીડિત, ઉપેક્ષિત અને જિંદગીથી કંટાળી ગયેલાં નિરુત્સાહી લોકો જોવા મળશે જેમણે તેમની જિંદગીના અમૂલ્ય વર્ષો તથા કમાયેલી મૂડી ઘર-સંતાનો પાછળ ખર્ચી નાંખ્યા હોવા છતાં તેમની પાસે પોતાનું કહી શકાય તેવું કોઈ હોતું નથી, કોઈની પાસે તેમના માટે વાત કરવાનો કે સંભાળ લેવાનો સમય હોતો નથી. આવા લાચાર તથા અશક્ત લોકોને વૃદ્ધાવસ્થા વસમી લાગી શકે છે. આવાં વૃદ્ધો-વડીલો પરાણે ઘરડાં બનતાં જઈ ખાટલો કે ખૂણો પકડી મોતની રાહ જોતાં રોઈને બેસી રહે છે. તેમની પાસે હોય છે તો બસ સ્વાર્થી, નિષ્ઠુર સ્વજનો પ્રત્યેનો બળાપો અને જિંદગી માટે ફરિયાદો.

એટલે દરેક સમજુ વ્યક્તિએ જીવનની આ પાછલી અવસ્થાને ગૌરવપૂર્ણ રીતે જીવવા સગવડદાયક રીતે માણવા માટે યુવાન વયથી જ આર્થિક આયોજન કરતાં રહેવું જરૂરી છે. પાસે બચતનો પૈસો હશે તો છેવટે રોટલાની ચિંતા તો નહીં જ સતાવે… ! આનાથી ગમતી પ્રવૃત્તિ કરી બાકીની જિંદગી સારી રીતે પસાર કરવામાં મદદ મળશે. કોઈનાયે ઓશિયાળા બન્યા વગર લાચારી નહીં, પણ ખુમારીથી જીવવું હોય તેઓ પ્રથમથી જ આ મુદ્દે સજાગ રહી શકશે. આથી જ વૃદ્ધાવસ્થા આવે તે પહેલાં શાણપણ આવી જવું ઘટે છે.

આજે એવાં ઉત્સાહી વડીલો તથા નિવૃત્ત વયસ્કોને ઘરડાં નહીં પણ સિલ્વર સિટિઝન્સ કહીને અલગ માન અપાય છે. અનેક જાહેર-ખાનગી સરકારી કે બિનસરકારી સંસ્થાઓ દ્વારા તેમને માટેનાં ખાસ આયોજનો થાય છે. તેમને ગમતી પ્રવૃત્તિઓ કરાવે. પિકનિક, પાર્ટી વગેરેનું આયોજન કરાય અને નાટકો તથા જાતભાતની સ્પર્ધા પણ યોજાય. જે તેમને ગમતી ખુશી મળ્યાનો સંતોષ પણ અપાવે તે ઘડપણને ઘણે અંશે દૂર રાખવમાં મદદ પણ કરે. કહે છે ને કે, તમે કેટલાં વર્ષો જીવ્યા તે મહત્ત્વનું નથી, પણ તે વર્ષોમાં ખરું જીવન કેટલું હતું તે મહત્ત્વનું બને છે.

વૃદ્ધાવસ્થા પણ ઈશ્વરની સમજદારીપૂર્વકની ભેટ જ છે. તેને ખુશીથી સ્વીકારવી જ પડે. તે માટે કોઈને પણ કોસવાના બદલે યથાશક્તિ, યથામતિ પ્રવૃત્તિ કરતાં રહી દરેક વડીલ પોતપોતાના

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: