22 જુલાઈ

 

સાણંદ, તા.૨૮

સાણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિક મંચના યોજાયેલા મહાઅધિવેશનમાં ધોમધખતા  તાપમાં ઉમટી પડેલી મેદનીને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં બેરોજગારોને ન્યાય નહીં મળે અને પ્રજાને અન્યાય થતો રહેશે ત્યાં સુધી હું ઊંઘીશ નહીં અને તમને પણ ઊંઘવા નહીં દઉં. આજે ગુજરાત માત્ર દેવા સિવાય બીજા એકેયમાં નંબર વન નથી. શિક્ષિત બેકારોને માત્ર ૨૫૦૦ના પગારથી નોકરી કરાવાય છે. નવી સરકાર કોંગ્રેસની હશે તો ૪૦૦૦થી નીચે પગાર નહીં આપીએ. ખેડૂતોને સસ્તી વીજળી આપીશું અને ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગગૃહોને પધરાવી દેવાની નીતિ બંધ કરીશું. સીટ સમક્ષ મુખ્યમંત્રીને હાજર થવાનું જ હતું તો પછી દેશવાસીઓના નામે પત્ર લખીને વિવાદો ઊભા કરવાની  ક્યાં જરૃર હતી. પોતે જ ભ્રાંતિ ફેલાવે છે નેપછી બીજાઓ ભ્રાંતિ ફેલાવે છે તેવો પ્રચાર કરે છે. નાગરિકોએ જાગવાની જરૃર છે.

  • અધિવેશનમાં  પ્રબુદ્ધ નાગરિક મંચ દ્વારા સરકારની      ઝાટકણી

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ લોકો જાગે અને સરકારને હટાવવાનો માહોલ પેદા કરે તેમ જણાવી આક્ષેપ કર્યો હતો કે સીટ સમક્ષ ૨૧મીએ મુખ્યમંત્રીએ હાજર થવાની ભ્રામક વાતો ફેલાવીને સહાનુભૂતિ  મેળવવા પ્રયાસો થયા હતા. જ્યારે મધુસુદન મિસ્ત્રીએ ગુજરાતના કુલ ૨૨૪માંથી ૧૪૩ તાલુકા પછાત હોવાની વાત કરી ગુજરાત નંબર વન હોવાની વાત પોકળ છે તેમ કહ્યું હતું. શિક્ષકસંઘના પ્રમુખ જગદીશ ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૫૦૦ અને ૨૫૦૦ જેવા વેતનમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ડોનેશન પ્રથા ફાલી ફૂલી છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: