19 જૂન
ઈચ્છા એ દુખની માં છે…વૃક્ષ કદાચ એમ પણ કહે-                                     
‘મને પહેલાં ચા-પાણી પાઓ
પછી જ છાંયો આપું”
કોયલ કદાચ આગ્રહ રાખે-
‘કોઈ સરસ જગ્ગા જોઈ મને ફલેટ બંધાવી આપો
પછી જ ટહુકો મૂકું”
થોડાક પૈસા વધુ મળે તો
નદી પોતાનું બધું જ પાણી
સામે કાંઠે ઠાલવી નાખે તો નવાઈ નહીં.
ચાલ મન ! એવા દેશમાં જઈએ
જ્યાં સૂરજને તડકા માટે લાંચ ન આપવી પડે
અને અપેક્ષા એ દુખની માસી!
બંને સરખી જ છે…
ફરક માત્ર એ છે…
કે ઈચ્છા અંદરથી આવે છે..
…અને અપેક્ષા બદલામાં…!!!
Advertisements

006.

6 જુલાઈ

સાંભ્ળાયાનો સંતાપ અને દીઠાનું ઝેર સાંભળવાથી અને નજરે જોવાથી દુઃખ થાય છે

સાંભળીએ જનનું અને કરીએ મનનું બધાંની વાત સાંભળવી પણ આપણઆ મનને ઠીક લાગે તે જ કરવું

સાંકડા કપાળમાં સોળ ભમરા ગરીબનું નસીબ ગરીબ

સાંબેલું બજાવે તો હુ જાણું કે તું શાણો છે કલાની કદર ન કરવી

સિંહ પાંજરે પડ્યો ગરીબ ગુલામી દુઃખકર છે

સિંહ મરે પણ ઘાસ નહિ ખાય ટેકીલા માણસો પોતાની ટેક પોતાનો સ્વભાવ ક્યારેય છોડતા નથી

સીદીભાઇનો ડાબો કાન કામ કરવાની સહેલી રીત પડતી મૂકી અઘરી રીત લેવી

ચિત્ર

72439_451455514924702_782566204_n.jpg

3 જુલાઈ

અસાઈડ

આપની ચુંટણી વખતે મીઠો મસાલો ભરપુર મોકલીશું

3 જુલાઈ

આપની ચુંટણી વખતે મીઠો મસાલો ભરપુર મોકલીશું

22 જુલાઈ

 

સાણંદ, તા.૨૮

સાણંદ ખાતે પ્રબુદ્ધ નાગરિક મંચના યોજાયેલા મહાઅધિવેશનમાં ધોમધખતા  તાપમાં ઉમટી પડેલી મેદનીને સંબોધતા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં બેરોજગારોને ન્યાય નહીં મળે અને પ્રજાને અન્યાય થતો રહેશે ત્યાં સુધી હું ઊંઘીશ નહીં અને તમને પણ ઊંઘવા નહીં દઉં. આજે ગુજરાત માત્ર દેવા સિવાય બીજા એકેયમાં નંબર વન નથી. શિક્ષિત બેકારોને માત્ર ૨૫૦૦ના પગારથી નોકરી કરાવાય છે. નવી સરકાર કોંગ્રેસની હશે તો ૪૦૦૦થી નીચે પગાર નહીં આપીએ. ખેડૂતોને સસ્તી વીજળી આપીશું અને ખેડૂતોની જમીન છીનવીને ઉદ્યોગગૃહોને પધરાવી દેવાની નીતિ બંધ કરીશું. સીટ સમક્ષ મુખ્યમંત્રીને હાજર થવાનું જ હતું તો પછી દેશવાસીઓના નામે પત્ર લખીને વિવાદો ઊભા કરવાની  ક્યાં જરૃર હતી. પોતે જ ભ્રાંતિ ફેલાવે છે નેપછી બીજાઓ ભ્રાંતિ ફેલાવે છે તેવો પ્રચાર કરે છે. નાગરિકોએ જાગવાની જરૃર છે.

  • અધિવેશનમાં  પ્રબુદ્ધ નાગરિક મંચ દ્વારા સરકારની      ઝાટકણી

પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ લોકો જાગે અને સરકારને હટાવવાનો માહોલ પેદા કરે તેમ જણાવી આક્ષેપ કર્યો હતો કે સીટ સમક્ષ ૨૧મીએ મુખ્યમંત્રીએ હાજર થવાની ભ્રામક વાતો ફેલાવીને સહાનુભૂતિ  મેળવવા પ્રયાસો થયા હતા. જ્યારે મધુસુદન મિસ્ત્રીએ ગુજરાતના કુલ ૨૨૪માંથી ૧૪૩ તાલુકા પછાત હોવાની વાત કરી ગુજરાત નંબર વન હોવાની વાત પોકળ છે તેમ કહ્યું હતું. શિક્ષકસંઘના પ્રમુખ જગદીશ ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૫૦૦ અને ૨૫૦૦ જેવા વેતનમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. ડોનેશન પ્રથા ફાલી ફૂલી છે.

19 જુલાઈ

https://lh5.googleusercontent.com/-Lf1XgeOCX4M/TiQb0mkc47I/AAAAAAAAaHw/VPA8E0FZ46Q/s512/IMG_0014.jpg

16 જુલાઈ

યે મેં ક્યા દેખ રહા હું?’ એવા આંચકામાંથી બહાર આવ્યા પછી એક યુવાન ફેરિયા સાથે સહજ વાતચીત કરી. એમાંથી જાણવા મળ્યું કે સરદાર બ્રિજ પર અને કાંકરિયા તળાવ સહિત બીજાં કેટલાક ઠેકાણે અચાનક ફૂટી નીકળેલા સૂકા મેવાના છૂટક વિતરકો અમદાવાદના જ છે.

‘દુકાનો મૂકીને તમારે ત્યાંથી શું કામ લોકો ખરીદવા આવે?’ એના જવાબમાં એણે કહ્યું,’બજારમાં સૂકો મેવો 400 રૂપિયે કિલો મળે છે. અમે 380 રૂપિયે આપીએ છીએ. પછી લોકો અમારે ત્યાંથી શું કામ ન લે?’

ખરીદી કરી આવેલાં ઓફિસનાં એક જાણકાર બહેને માહિતી આપી હતી કે ‘બરાબર બારગેઇનિંગ કરવાનું. હું 325 રૂ.માં કિલો બદામ લાવી અને સારી છે.’

‘લોકો ખરીદવા આવે છે?’
‘હા, આખો દિવસ લોકોની અવરજવર રહે છે.’
‘તમે સસ્તામાં કેવી રીતે વેચી શકો છો? તમને કેવી રીતે પોસાય?’
‘અમે જથ્થાબંધ વેપારીને ત્યાંથી કે દિલ્હીથી માલ લાવીએ છીએ.’ આટલું કહીને પછી એણે જવાબને વધારે ‘કન્ટેમ્પરરી ટચ’ આપવા કહ્યું,’મંદી છે ને. એટલે ભાવ ઘટી ગયા.’

મારા જેવા માણસ માટે સમાચાર એ નથી કે સૂકા મેવાના ભાવ 400 રૂપિયે કિલોમાંથી 380 કે 350 થઇ ગયા. મને નવાઇ એ વાતની લાગે છે કે 350 રૂપિયે કિલો સૂકો મેવો સસ્તો લાગે અને ‘ઐસા મૌકા ફિર કહાં મિલેગા’ એમ માનીને એની ખરીદી માટે ઉમટી પડે, એવો વર્ગ તૈયાર થઇ ચૂક્યો છે. ‘સસ્તું’ સાંભળીને તેના કાન તેજ થાય છે, આંખો પહોળી ને મગજ બંધ.

સ્થિતિ આવી રહેશે તો અમદાવાદથી અમેરિકા-ઇંગ્લેન્ડ જનારા ‘ત્યાં’નાં સગાં માટે કાજુ-બદામનાં પેકેટ લઇ જતા થઇ જશે અને ભારત સુપરપાવર થઇ જશે

16 જુલાઈ

ત્રાસવાદના મુકાબલા માટે – અને શું ન કરવું જોઇએ એ માટે પણ- આપણી પ્રાથમિકતાઓ સ્પષ્ટ હોય એ જરૂરી છે. આપણી પ્રાથમિકતા ત્રાસવાદને લગતી દરેક સમસ્યા માટે ‘સેક્યુલર કર્મશીલો’ને ઝૂડ્યા કરવાની છે કે કોઇ પણ પ્રકારના ત્રાસવાદને ગંભીર ગુનો ગણીને તેની સામે યથાયોગ્ય-ઝડપી અને અસરકારક કાનૂની કાર્યવાહી કરવાની છે?

આપણી પ્રાથમિકતા ત્રાસવાદવિરોધી કાયદાનાં ગાજર લટકાવતા નેતાઓ પાછળ લાળ ટપકાવીને દોરાતા જવાની છે? કે ત્રાસવાદી હુમલાનાં નવાં ઠેકાણાં- નવી ગંગોત્રીઓ પેદા ન થાય અને સામાન્ય મુસ્લિમો કાયમી શકમંદ તરીકે વઘુ ને વઘુ હાંસિયામાં ન ધકેલાતા જાય એ જોવાની છે?

બિનસાંપ્રદાયિક કે સાંપ્રદાયિક, દંભી કે બિનદંભી, હિંદુ કે મુસ્લિમ, કોઇ પણ વ્યક્તિ આ દેશના કાયદાથી ઉપર નથી, એ સત્ય વારંવાર ધૂંટવાની જરૂર છે? કે આ બધા વચ્ચે વહાલાંદવલાંનાં ખેલ ખેલીને, ત્રાસવાદીઓ કરતાં વધારે અસરકારક રીતે દેશના ટુકડા થઇ રહ્યા છે, એ પ્રક્રિયાને અટકાવવાની જરૂર છે?

સૌએ બીજાને જવાબ આપતાં પહેલાં કે બીજાનો જવાબ માગતાં પહેલાં, પોતાની જાતને જ જવાબ આપવાની જરૂર